Posts

વૃદ્ધાવસ્થા એટલે શાણપણ,સમજણ,શાંતિ અને સ્થિરતાનો દેખાડતો સુવર્ણ સમય

 વૃદ્ધાવસ્થાને વરદાનમાં ફેરવવાની કળા શીખી લીધી છે,એ સદાકાળ યુવાન જ છે. આજે જીવન જીવવાની કળા વિષે બહુ જ મોટા સર્વેક્ષણ માંથી નિષ્કર્ષ રૂપ -જીવનનો અંતિમ તબક્કો વિષે વિઠ્ઠલભાઈ ના લેખ માંથી સાભાર લીધેલ છે અને તેમાં થોડા - ધણા પરિવર્તન કરી આપની સામે પ્રેષિત કર્યા છે જે વષો જૂની લાલચ ,કંજુસ માનસ બદલાવવા મારા અને વિઠ્ઠલભાઈ વધાસીયા ( મુંબઈ સમાચાર પ્રકાશિત આલેખન બંધ આંખ ખોલી અને જીવન જીવવાની શેલી માં ચોક્કસ સુધાર લાવશે @જય હીર વ્યાસ ૧૦ .૦૫ .૨૦૨૪ વૃદ્ધાવસ્થા એટલે શાણપણ,સમજણ,શાંતિ અને સ્થિરતાનો સમય આમ જોવા જઈએ તો મનુષ્યની ત્રણ અવસ્થા છે:બાલ્યાવસ્થા,યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા.બાલ્યાવસ્થાનો સમય જિજ્ઞાસા અને કુતુહલ નો સમય છે.યુવાની એટલે જુસ્સો ધગશ અને કંઈક કરી છૂટવાની તાલાવેલી.જયારે વૃદ્ધાવસ્થા એટલે શાણપણ,સમજણ,શાંતિ અને સ્થિરતાનો સમય.આ ત્રણેય વસ્તુ દરેક પાસે હોય એવું માની લેવાને કારણે નથી.અકાળે વૃદ્ધ થતાં યુવાનો પણ જોવા મળે છે અને વૃદ્ધાવસ્થામાં યૌવનની પ્રતીતિ કરાવતા વૃદ્ધો પણ જોવા મળે છે.વય વધે એટલે શાણપણ પણ વધે એવું નથી.ચોવીસ કલાક ભૂતકાળને વાગોળતો માણસ વૃદ્ધ થયો છે,તેમ સમજવું.65 વર્ષે પણ પીએચડી...